CBDTએ તમામ કરદાતાઓ માટે સમાન કરવેરા રિટર્ન ફોર્મ માટે લોકોના અભિપ્રાય મંગાવ્યા

આવકવેરાદાતા આવકના આધારે ITR- એકથી ITR- સાત સુધીના વિવિધ સ્વરૂપોમાં રિટર્ન ફાઇલ કરે છે.

કેન્દ્રિય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) એ તમામ કરદાતાઓ માટે એક સરખા કરવેરા રિટર્ન ફોર્મ માટે લોકોના અભિપ્રાય જાણવા માટે મુસદ્દો બહાર પાડ્યો છે. અત્યારે આવકવેરાદાતા આવકના આધારે ITR- એકથી ITR- સાત સુધીના વિવિધ સ્વરૂપોમાં રિટર્ન ફાઇલ કરે છે. નાણા મંત્રાલયે કહ્યું છે કે, પ્રસ્તાવિત મુસદ્દામાં ITR આંતરરાષ્ટ્રીય પદ્ધતિઓ અનુસાર તૈયાર કરવામાં આવ્યું છે. તેનો હેતુ આવકવેરા રિટર્ન ભરવાની સિસ્ટમમાં સુધારો કરવાનો છે.

ITR- સાત સિવાયના તમામ હાલના ફોર્મની જગ્યાએ નવા ફોર્મનો ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે. જો કે, હાલના ITR- એક અને ITR- ચાર માં રિટર્ન ફાઇલ કરવાની મંજૂરી આપવામાં આવશે. આવકવેરાદાતાઓએ હાલના ફોર્મ અથવા સૂચિત સમાન ITR જમા કરવા પડશે જેમાં, પોતાની અનુકૂળતા મુજબ વિકલ્પ પસંદ કરવાની મંજૂરી આપવામાં આવશે.

 

પ્રસ્તાવિત સમાન ITR ડ્રાફ્ટ અધિકૃત વેબસાઇટ www.incometaxindia.gov.in પર મૂકવામાં આવ્યો છે. તમામ હિતધારકો અને સામાન્ય જનતા તેમના અભિપ્રાય આપી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *