ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે.
ICC T૨૦ વર્લ્ડ કપ ક્રિકેટમાં આજે એડિલેડમાં ભારતનો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે દોઢ વાગ્યે શરૂ થશે. ભારતે અત્યાર સુધી ત્રણ મેચ રમી છે જેમાં બેમાં જીત અને એકમાં હાર થઈ છે. બાંગ્લાદેશ પણ બે જીત્યું છે અને એક હારી ગયું છે. બાંગ્લાદેશે પણ મેચ જીતી છે અને એક મેચમાં હાર થઈ છે. ભારત પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, અને સારા રન રેટના કારણે બાંગ્લાદેશથી ઉપર છે . આ મેચ જો ભારત જીતી જશે તો તેનો સેમિફાઇનલમાં પ્રવેશ નિશ્ચિત બની જશે. જોકે બંને ટીમ જીત માટે તમામ તાકાત કામે લગાડશે જેને કારણે આજનો મૂકાબલો રોચક બની જશે.
બીજા ગૃપમાં ઝિમ્બાબ્વે અને નેધરલેન્ડ વચ્ચે મેચ રમવામાં આવશે. આ મેચ ભારતીય સમય અનુસાર સવારે સાડા નવ વાગ્યાથી રમવામાં આવશે. ટુર્નામેન્ટમાં સુપર 12ની ગૃપ મેચમં ઈંગ્લેન્ડે ન્યુઝીલેન્ડને ૨૦ રનથી હરાવી દીધું છે. ન્યુઝીલેન્ડ સામે ઈંગ્લેન્ડે ૧૮૯ રનનો લક્ષ્યાંક રાખ્યો હતો, જેની સામે ન્યુઝીલેન્ડ ૬ વિકેટે માત્ર ૧૫૯ રન કરી શકી હતી. ત્યારબાદ ઈંગ્લેન્ડ બીજા સ્થાન પર આવી ગયું છે. આ ગૃપની અન્ય મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને ૬ વિકેટથી હરાવ્યું હતું.