રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કીમના પ્રવાસે જશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી પાંચ નવેમ્બર સુધી નાગાલેન્ડ, મિઝોરમ અને સિક્કીમના પ્રવાસે જશે. જેમાં નાગાલેન્ડમાં નાગરિક સ્વાગત સમારોહમાં પણ તેઓ ભાગ લેશે. આ ઉપરાંત ત્રણેય કેન્દ્રિય શાસિત રાજ્યોના વિવિધ સરકારી કામો અને યોજનાઓ ઉદઘાટન અને શિલાયન્સ કરશે. રાષ્ટ્રપતિની મુલાકાતને લઈને વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા પણ કાર્યક્રમ આયોજિત કરાયા છે. તેઓ આજે કોહિમામાં નાગાલેન્ડ સરકાર દ્વારા આયોજિત નાગરિક અભિનંદન સમારોહમાં શામેલ થશે. તેઓ રાજ્યમાં શિક્ષા અને ઈનફ્રાસ્ટ્રક્ચર સંબંધિત વિભિન્ન પરિયોજનાઓનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કોહિમા વાર સિમેટ્રીમાં મૃતકોને શ્રદ્ધાંજલી આપશે અને કિગવેમા ગામ જશે, જ્યાં ગ્રામ પરિષદના સભ્યો અને સ્વયં સહાયતા સમૂહોના સભ્યો સાથે ચર્ચા કરશે. આઈજોલમાં મિઝોરમ યુનિવર્સિટીના ૧૭ માં દીક્ષાંત સમારોહમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ શુક્રવારે આઈજોલમાં મિઝોરમ વિધાનસભાના સભ્યોને સંબોધન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *