ઉત્તર કોરિયાએ આજે વહેલી સવારે વિવિધ મિશાઇલો છોડી હતી. જેમાંથી એક મિશાઇલ જાપાન તરફ છોડવામાં આવી હતી. મિશાઇલના કારણે જાપાનના મધ્ય અને ઉત્તર વિસ્તારમાં સુરક્ષિત સ્થળ પર આશ્રય લેવાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર કોરિયાએ એક જ દિવસમાં ૨૩ મિશાઇલ છોડી હતી. જેમાં એક મિશાઇલ દક્ષિણ કોરિયાના મેદાની વિસ્તારમાં પડી હતી. આજે ઉત્તર જાપાનના મિયાગી, યામાગાતા અને મેગાતાના નિવાસીઓ માટે ઘરમાં જ રહેવાનું એલર્ટ જાહેર કરાયું છે. ચેતવણીમાં પ્રથમ મિશાઇલ જાપાન ઉપરથી પસાર થયાની વાત કહેવામાં આવી હતી. બાદમાં સંરક્ષણ મંત્રાલયે વાતનું ખંડન કર્યું હતું. જાપાનના કોસ્ટગાર્ડે કહ્યું કે, મિશાઇલ પ્રશાંત મહાસાગરમાં જાપાન થી ૧૧૦૦ કિલોમીટર દૂર પડી હતી.