ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખને લઈ સૌથી મોટા સમાચાર

 

આજે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. આજે ચૂંટણીપંચે પત્રકાર પરિષદ યોજી ૧ અને ૫ ડિસેમ્બરે તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, ગુજરાતમાં બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે.

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આગામી ૧ અને ૫ ડિસેમ્બરે યોજાનાર છે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન ૧ ડિસેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન ૫ ડિસેમ્બરે યોજાશે. આ સાથે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરીની ૮ ડિસેમ્બરે થશે.

ગુજરાતમાં વિધાનસભાની ૧૮૨ બેઠકો છે. ૨૦૧૭ માં અહીં બે તબક્કામાં મતદાન થયું હતું. ત્યારે ભાજપે આમાંથી ૯૯ બેઠકો જીતી હતી. ત્યારે કોંગ્રેસે ભાજપને ટક્કર આપતા ૭૭ બેઠકો જીતી હતી. અન્યના ખાતામાં ૬ બેઠકો હતી. આ ચૂંટણીમાં ભાજપને ૫૦ % અને કોંગ્રેસને ૪૨ % વોટ મળ્યા હતા.

મુખ્ય ચૂંટણી કમિશનરના જણાવ્યા અનુસાર, જો કોઈ મતદાર ફરિયાદ કરવા માંગે છે. જો તે કોઈપણ ઉમેદવાર કે પક્ષથી પ્રભાવિત હોય તો તે મોબાઈલ ફોન દ્વારા સીધી ચૂંટણી પંચને ફરિયાદ કરી શકે છે. ફરિયાદની ૬૦ મિનિટમાં એક ટીમ બનાવીને ૧૦૦ મિનિટમાં ફરિયાદ ઉકેલવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *