ગુજરાતમાં ચૂંટણીની તારીખ જાહેર થાય તે પહેલા રાજ્ય સરકાર હાલ અનેક જાહેરાત કરી રહી છે. આજે સવારે હોમગાર્ડ અને જીઆરડીના જવાનોના વેતનમાં વધારો કર્યા બાદ હવે જુનિયર ક્લાર્ક અને તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા તારીખ જાહેર કરી દીધી છે. મહત્વનું છે કે, જુનિયર ક્લાર્કની ભરતી પરીક્ષા ૮ જાન્યુઆરીના રોજ યોજાશે. તો તલાટી કમ મંત્રીની ભરતી પરીક્ષા આગામી ૨૯ જાન્યુઆરીના રોજ યોજાશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા આજે આ જાહેરાત કરવામાં આવી છે.
વિધાનસભા ચૂંટણી પહેલા હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હોમગાર્ડ અને જીઆરડીના જવાનો માટે સરકારે આજે મોટી જાહેરાત કરી છે. જેથી હવે હોમગાર્ડ જવાનોને ૩૦૦ ના બદલે પ્રતિદિન ૪૫૦ રૂ વેતન મળશે તો જીઆરડી જવાનોને પ્રતિદિન ૨૦૦ ના બદલે ૩૦૦ રૂ વેતન મળશે.