આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે ૬ ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. અગાઉ પ્રથમ યાદીમાં ૧૬૦ ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી હતી.
પાર્ટીએ ભાવનગર પૂર્વમાંથી સેજલ રાજીવ કુમાર પંડયા અને ચૌર્યાસી વિધાનસભા બેઠક પરથી સંદીપ દેસાઈને મેદાનમાં ઉતાર્યા છે. ધોરાજી બેઠકથી મહેન્દ્ર પાડલિયા, ખંભાળિયા બેઠકથી મુળુ બેરા, કુતિયાણાથી ઢેલિબેન ઓડેદરા, ડેડિયાપાડાથી હિતેશ વસાવાને ચૂંટણીની ટિકિટ આપી છે.