સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકોનું ગુચાવાયેલું કોકડું ઉકેલવા ગેહલોતના પ્રયાસ

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લઈ હવે કોંગ્રેસ પણ એક્શનમાં આવી છે. પહેલા તબક્કાની ચૂંટણીની બેઠકોના ઉમેદવારનું કોકડું ઉકેલવા અશોક ગેહલોત મેદાને પડ્યા છે. વાત જાણે એમ છે કે, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકોનું ગુચાવાયેલું કોકડું ઉકેલવા ગેહલોત દ્વારા પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. જેને લઈ આજે અશોક ગેહલોત, પ્રભારી રઘુ શર્મા, સાંસદ શક્તિસિંહ ગોહિલ વચ્ચે બેઠક યોજાઇ હતી. જેમઆ બેઠકમાં કોંગ્રેસના ૪ સહ પ્રભારી અને ગુજરાત કોંગ્રેસના અન્ય મોટા નેતાઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા.

 

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસ દ્વારા અનેક નામોની જાહેરાત કરાયા બાદ હવે અનેક બેઠકો પર હજી પણ નામ જાહેર થયા નથી. તેવામાં આજે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના અધ્યક્ષ સ્થાને એક બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં બાકી રહેલી બેઠકોના ઉમેદવારોના નામને લઈ મનોમંથન કરવામાં આવ્યું હતું.

 

કોંગ્રેસ દ્વારા હજી ધ્રાંગધ્રા, મોરબી, રાજકોટ પશ્ચિમ, જામનગર ગ્રામ્ય, દ્વારકા, કોડીનાર, તાલાલા, ગારીયાધાર, ભાવનગર ગ્રામ્ય, ભાવનગર પૂર્વ, બોટાદ, જંબુસર, ભરૂચ, ધરમપુર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. જેમાં ધ્રાંગધ્રામાં છત્રસિંહ ઠાકોર અને નટુજી ઠાકોરમાં પેજ અટવાયો તો મોરબીમાં કિશોર ચીખલીયા અને જયંતિ જેરાજ પટેલ વચ્ચે રસાકસી જોવા મળી રહી છે. આ સાથે રાજકોટ પશ્ચિમમાં મનસુખ કાલરીયા અને ગોપાલ અનડગઢ અને જામનગર ગ્રામ્યમાં કાસમ ખફી અથવા તો હકુભા સંદર્બે નિર્ણય બાકી છે.

આ સાથે દ્વારકામાં મુળુ કંડોરિયા, કોડીનારમાં મોહન વાળા, ગારિયાધારમાં મનુભાઈ ચાવડાના નામો વિચારણા  હેઠળ છે. આ સાથે ભાવનગર પૂર્વમાં જીતુ ઉપાધ્યાય અને બલદેવ સોલંકીના નામ અંગે ચર્ચા અને બોટાદમાં મનહર પટેલ અથવા તો હિતેન્દ્ર પીઠાવાલાના નામ પર વિચારણા ચાલી રહી છે. આ સાથે જંબુસરમાં ચાલુ ધારાસભ્ય સંજય સોલંકીને લઇ કોંગ્રેસમાં દ્રિધા સંજય માંગરોળાને લઇ પણ કોંગ્રેસ ચર્ચા કરી રહી છે. તો ભરૂચમાં જયકાંત પટેલ અને વનરાજસિંહ વાઘેલામાંથી કોઈ એકની  પસંદગી થઇ શકે છે. આ સાથે ધરમપુરમાં પૂર્વ સાંસદ કિશન પટેલ અને આંદોલનકારી ચહેરો કલ્પેશ પટેલને લઈ પેજ ફસાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *