પાકિસ્તાન મરીન સિક્યોરીટી એજન્સી દ્વારા પોરબંદરની ૧ બોટ અને ૬ માછીમારોના અપહરણ કરાયા છે.
જખૌ નજીકથી ૨ દિવસ અગાઉ ભારત – પાકિસ્તાનની સમુદ્રી સીમા IMBL પાસે માછીમારી કરી રહેલી પોરબંદરની બોટને બંધક બનાવી હતી. આ બોટમાં સવાર ૬ માછીમારોનું અપહરણ કરી બોટ સહિત તેમને પાકિસ્તાન લઈ જવામાં આવ્યા હતા.
અવારનવાર પાકિસ્તાન દ્વારા ભારતની દરિયાઇ સીમામાં ઘૂસણખોરી કરીને માછીમારોનું અપહરણ કરવામાં આવે છે. જેથી માછીમારોમાં રોષની લાગણી છવાઈ ગઈ છે. હાલ પાકિસ્તાનમાં બંધક બનાવાયેલ ભારતીય બોટની સંખ્યા ૧,૧૮૯ છે,જ્યારે અપહ્યત માછીમારોની સંખ્યા ૬૩૭ જેટલી છે.