રિપબ્લીકન પાર્ટીએ પ્રતિનિધિસભામાં બહુમતી મેળવી છે.
અમેરિકામાં યોજાયેલ મધ્યમવર્તી ચૂંટણીમાં રિપબ્લીકન પાર્ટીએ પ્રતિનિધિસભામાં બહુમતી મેળવી છે. મધ્યમવર્તી ચૂંટણીના એક સપ્તાહ બાદ રિપબ્લીકન પાર્ટીએ ૨૧૮ સીટ જીતી છે. મધ્યમવર્તી ચૂંટણી બાદ ડેમોક્રેટિકે સેનેટમાં બહુમતી જાળવી રાખી છે. પ્રતિનિધિસભામાં બહુમતી મેળવ્યાં બાદ રિપબ્લીકન પાર્ટી બાઇડન વહિવટીતંત્ર સામે પડકાર ઉભો કરી શકે છે. બંને ગૃહમાં અલગ અલગ દળોએ બહુમતી મેળવી છે. સીનેટમાં ડેમોક્રેટ પાસે બહુમત છે. કેબિન મૈકાર્થે પ્રતિનિધિ સભાના સ્પીકર રહેશે. તેઓ ડેમોક્રેટિક પાર્ટીના નેન્સી પેલોસીનું સ્થાન લેશે. અમેરિકી કોંગ્રેસનું આગામી સત્ર ૩ જાન્યુઆરી ૨૦૨૩ ના રોજ આયોજિત કરવામાં આવશે.
અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડને રિપબ્લીકન પાર્ટીને પ્રતિનિધિસભાને બહુમતી મેળવવા બદલ શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું કે, ગૃહમાં બહુમતી મેળવવા બદલ શુભેચ્છા પાઠવું છું અને ગૃહમાં રિપબ્લીકન સાથે કામ કરવા તૈયાર છું. તેમણે કહ્યું કે, અમેરિકાનું ભવિષ્ય આશાસ્પદ છે અને અમેરિકાના લોકો ઇચ્છે છે કે, અહીંની સરકાર તેમના માટે કામ કરે.