ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વધુમાં વધુ બેઠકો અંકે કરવા માટે ભાજપ દ્રારા એડીચોટીનું જોર લગાવ્યું છે. તેના માટે ઝીણવટભરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અમૂક વ્યવસ્થા અગાઉ હતી તો તેનું અમલીકરણ વધુ સુવ્યવસ્થિત રીતે ગોઠવવામાં આવ્યું છે. આ વખતે દરેક વિધાનસભા બેઠક દીઠ પ્રભારી મૂકવામાં આવ્યા છે. જે વોર્ડથી માંડીને બુથસુધીની કામગીરીનું સતત નિરીક્ષણ કરવાની સાથોસાથ પ્રદેશ કક્ષા, શહેર કક્ષાથી લઇને બુથ કક્ષાના કાર્યકરો વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવે છે. એકબીજાના મેસેજની આપ – લે ગણતરીની સેકન્ડોમાં જ કરી દેશે.આ માટે છ મહિના પહેલાં પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી.
પેજ સમિતિના પ્રમુખ સુધીની કામગીરીનું સીધું મોનીટરીંગ
ભાજપનું સોશિયલ મીડીઆ તો સક્રિય છે જ. પરંતુ તેના મેસેજો છેક પાયના કાર્યકર્તાઓ સુધી ગણતરીની સેકન્ડોમાં પહોંચે અને બુથ પર ચાલતી ગતિવિધિની માહીતી પ્રદેશ કક્ષાએ ત્વરિત પહોંચે તેવા શુભ હેતુથી વ્યવસ્થા વધુ સઘન બનાવી છે. વિધાનસભાની ચૂંટણીમાં વિધાનસભા જ સંગઠનમાં કયાંય ના દેખાય તેવું ના ચાલે તેવું વિચારીને આ વખતની ચૂંટણીમાં વિધાનસભા પ્રભારીની જગ્યા ઊભી કરવામાં આવી છે. તેઓ વોર્ડથી માંડીને છેક બુથ જ નહીં બલ્કે પેજ સમિતિના પ્રમુખ સુધીની કામગીરીનું સીધું મોનીટરીંગ કરે છે.