સંસદનું શિયાળુ સત્ર ૭ ડિસેમ્બરથી શરૂ થશે, જે ૨૯ ડિસેમ્બર સુધી ચાલશે. કેન્દ્રીય સંસદીય કાર્ય મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આગામી શિયાળુ સત્ર ૨૩ દિવસનું હશે જેમાં ૧૭ બેઠકો થશે. અમૃત કાળ વચ્ચે સત્ર દરમિયાન કાયદાકીય કાર્ય અને અન્ય મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ પહેલું સત્ર હશે, જે દરમિયાન ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, જે રાજ્યસભાના અધ્યક્ષ છે, ગૃહની કાર્યવાહીની અધ્યક્ષતા કરશે.
જ્યરામ રમેશે કહ્યું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી આ સંસદના શિયાળુ સત્રમાં હાજરી આપી શકશે નહીં કારણ કે તે સમયે રાહુલ ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હશે.
કોંગ્રેસનું કહેવું છે કે રાહુલ ગાંધી યાત્રા અધવચ્ચે છોડીને ક્યાંય જવા માગતા નથી. આ જ કારણ છે કે રાહુલ ગાંધી હિમાચલ વિધાનસભા ચૂંટણી માટે રેલીમાં નહોત ગયા. જોકે કોંગ્રેસે સ્ટાર પ્રચારકોની યાદીમાં રાહુલ અને સોનિયા ગાંધી સહિત ૪૦ મોટા નેતાઓના નામ સામેલ કર્યા છે.