ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કા માટે ચૂંટણી પ્રચાર વેગવંતો બન્યો છે. તમામ રાજકીયપક્ષોના નેતાઓ મતદારોને આકર્ષવા માટે મહેનત કરી રહ્યાં છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુરેન્દ્રનગર, જંબુસર અને નવસારીમાં ૩ વિજય સંકલ્પ રેલી કરશે. આ અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇકાલે સૌરાષ્ટ્રમાં ૪ ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું.
તેમણે રાજ્યને નવા વિકાસ તરફ લઇ જવા માટે ભાજપ ને મત આપવાની અપીલ કરી હતી. ગુજરાતમાં ચૂંટણી પ્રચાર અર્થે આવેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોટાદની સભા બાદ ગાંધીનગરના કમલમ કાર્યાલયે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ભાજપના કાર્યકરો અને નેતાઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા.