મોરબી દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે હાઇકોર્ટને આપ્યા નિર્દેશ

ગુજરાતમાં મોરબી પૂલ દુર્ઘટને લઈ સુપ્રમી કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કોર્ટે અરજદારના વકીલ ગોપાલ શંકર નારાયણ અને એસજી તુષાર મહેતાની દલીલો સાંભળી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અરજદારો આ મામલે કોઈપણ સ્ટેજ પર સુપ્રીમ કોર્ટમાં અરજી કરી શકે છે. મોરબી પૂલ દુર્ઘટના મામલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે લગાતાર તેના પર દેખરેખ રાખવી જોઈએ જેનાથી આવી દુર્ઘટના થાય નહી. હાઈકોર્ટે આ બાબતે સુનાવણી ચાલું રાખવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું કે હાઈકોર્ટે સ્વતંત્ર રીતે ઝડપી તપાસ અને કાર્યવાહી કરે તેમજ યોગ્ય પાસાઓ પર ધ્યાન આપે. સુપ્રિમ કોર્ટે હાઈકોર્ટને આગ્રહ કરતા કહ્યું કે, તે નિયમિત રીતે સુનાવણી ચાલુ રાખે તેમજ તેની સાથે જોડાયેલી વિવિધ પાસાઓની તપાસ કરે. સુપ્રીમકોર્ટે અરજદારને કહ્યું કે જો તેમને જરૂરી લાગે તો ફરી સુપ્રીમ કોર્ટમાં આ બાબતે તે સંપર્ક કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે અરજદારો દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ પર ધ્યાન આપવું જોઈએ અને તેના પર નિર્દેશ જારી કરવો જોઈએ.

ગુજરાત હાઈકોર્ટે આ મામલાની સુઆમોટું લઈ અને તેની સુનાવણી કરી રહી છે. હાઈકોર્ટે પણ આદેશ આપ્યા છે આગામી સુનાવણી 24 નવેમ્બરે છે. હાઈ કોર્ટ દર અઠવાડિયે કેસના વિવિધ પાસાઓ પર નજર રાખી રહી છે. અરજદારના વકીલે અમને કહ્યું કે પીડિત પરિવારને વળતર તરીકે ચોક્કસ રકમ આપવી જોઈએ. તેમજ અન્ય કેટલીક અન્ય બાબતો પણ રાખી છે તેમજ સ્વતંત્ર તપાસ થવી જોઈએ તેવી સ્પષ્ટતા કરી છે. અરજદારે જણાવ્યું હતું કે, પાલિકાની જવાબદારી અને જાળવણી અંગે પણ કાર્યવાહી થવી જોઈએ.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે આ મામલે સરકાર પક્ષ પણ સાંભળવો જોઈએ. સીજેઆઈએ કહ્યું કે આ મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે. એડવોકેટ ગોપાલ શંકર નારાયણે કહ્યું કે ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટુ લઈ ત્રણ આદેશ આપ્યા હતો. તેઓએ રાજ્ય, રાજ્ય માનવ અધિકાર પંચ વગેરેને પક્ષકાર બનાવ્યા છે. વકીલે કહ્યું કે લોકોના મોતની સ્વતંત્ર તપાસ થવી જોઈએ કારણ કે આ મામલે સરકારી વિભાગો અને અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે. મોરબી મામલે સુપ્રીમ કોર્ટમાં બે પિટિશન દાખલ કરવામાં આવી છે. જેમાં એક વકીલ વિશાલ તિવારીએ અને અન્ય બે મૃતકના સંબંધીઓ દ્વારા દાખલ કરવામાં આવી છે, જેઓ પુલ તૂટી પડવાની ઘટનામાં સ્વતંત્ર તપાસ તેમજ યોગ્ય વળતર બાબતની છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *