ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંને તબક્કાના ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયુ છે. જેમાં પ્રથમ તબક્કામાં ૮૯ બેઠકો પર કુલ ૭૮૮ ઉમેદવારો નોંધાયા છે, જ્યારે બીજા તબક્કામાં ૯૩ બેઠકો પર કુલ ૮૩૩ ઉમેદવારો નોંધાયા છે.ઉલ્લેખનીય છે કે, ૨૧ નવેમ્બરે બીજા તબક્કાના ઉમેદવારોએ ફોર્મ પાછુ ખેંચવાની અંતિમ તારીખ હતી.
જેમાં બીજા તબક્કામાં ૪૦૦ થી વધુ ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચ્યા છે. જેથી બંને તબક્કાની ૧૮૨ બેઠકો માટે કુલ ૧,૬૨૧ ઉમેદવારો હાલ મદાનમાં છે. મહત્વનું છે કે, ૧ ડિસેમ્બરે પ્રથમ અને ૫ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થવાનું છે.