ઈસરોએ આજે તેના નિર્ધારિત સમયે ઓશનસેટ સીરીઝની ત્રીજી જનરેશન ઓશનસેટ- ૩ ઉપગ્રહ સહિત ૮ નેનો સેટેલાઈટને લોન્ચ કર્યા છે. ઉલ્લેખનીય છે કે, પી.એસ.એલ.વી. સી – ૫૪ રોકેટની મદદથી ઓશનસેટ – ૩ સાથે ૮ નેનો સેટેલાઇટને લોન્ચ કરવામાં આવી છે.
લોન્ચ થનાર સેટેલાઇટમાં ભૂતાનનો એક સેટેલાઇટ પણ સામેલ છે. આ લોન્ચિંગ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાના સતિષ ધવન સ્પેશ સેન્ટરથી ૧૧ : ૫૬ મિનિટે નિર્ધારીત સમયે થયો હતો.
સેટેલાઇટ ઓશનસેટ – ૩ ને ધરતીથી ૭૪૫ કિલોમીટર દૂર ઓરબીટમાં સ્થાપિત કરવામાં આવશે. આ ઉપગ્રહોને પીએસએલવી સી – ૫૪ અથવા ઈઓએસ – ૦૬ મિશનના ભાગરૂપ લોન્ચ કરવામાં આવ્યું છે. નોંધનીય છે, આ મિશનની પ્રાથમિક પેલોડ ઓશનસેટ સીરીઝના થર્ડ જનરેશન સેટેલાઈટ Oceansat – ૩ છે.
ઓશનસેટ – ૩ ની ખાસિયતો શું છે
૨૦૦૯ માં ઓશનસેટ – ૨, પૃથ્વી-અવલોકન ઉપગ્રહને (ઈઓએસ) અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું હતું. હવે રાષ્ટ્રીય અંતરિક્ષ એજન્સી સમુદ્ધના અવલોકનની દેખરેખ રાખવા અને રેકોર્ડ કરવા માટે ત્રીજા ઓશનસેટ – ૩ ઈઓએસ લોન્ચ કરવામાં આવશે. ઓશનસેટ સીરીઝની સેટેલાઈટ અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઈટ છે. જે સમૃદ્ર વિજ્ઞાન અને વાયુમંડલીય અધ્યયન માટે સમર્પિત છે. આની ખાસિયતોની વાત કરવામાં આવે તો આ સેટેલાઈટ સમૃદ્ધના મોસમની આગાહી આપવામાં સક્ષમ છે. જેનાથી દેશને કોઈપણ ચક્રવાતથી પહેલાથી તૈયાર કરવામાં આવી શકાય. આ સેટેલાઈટનો કુલ માસ ૯૬૦ કિલોગ્રામ છે અને તે ૧,૩૬૦ વોટ પર કામ કરે છે.