નેશનલ મિલ્ક ડે : જાણો શ્વેત ક્રાંતિના જનક ડો.વર્ગીસ કુરિયન વિષય

૨૬ નવેમ્બર ડો.વર્ગીસ કુરિયનના જન્મદિવસને નેશનલ મિલ્ક ડે તરીકે ઉજ્જવવામાં આવે છે. આ પ્રસંગે આપણે શ્વેત ક્રાંતિના જનક ડો.વર્ગીસ કુરિયન વિષય જાણી. ડો.વર્ગીસ કુરિયનને ભારતમાં દૂધના ઉત્પાદનને વિક્રમી સ્તરે લઈ જવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

તેમનું જન્મ કેરળના કોઝિકોટ ખાતે વર્ષ ૧૯૨૧ માં થયું હતું. નેશનલ ડેરી એસોસિએશનને વર્ષ ૨૦૧૪ માં વર્ગીસ કુરિયનના જન્મદિવસને નેશનલ મિલ્કડે તરીકે ઉજવવાનો નિર્ણય લીધો હતો. ડો કુરિયને ભારતમાં ઓપરેશન ફ્લડની શરૂઆત કરી હતી. મના વડપણમાં ચાલેલા આ ઓપરેશનને પગલે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો હતો. ભારતનું ઓપરેશન ફ્લડ દુનિયાનો સૌથી મોટો ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હતો જેના કારણે ભારતનું દૂધ ઉત્પાદન વધ્યું હતું. આમ, ડોક્ટર કુરિયનની કરિયર પર નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે તેમની સિદ્ધિ દૂધ ઉત્પાદન વધારવા કરતા ઘણી વધારે છે. તેમણે ચેન્નાઈની લોયલા કોલેજમાંથી ૧૯૪૦ માં વિજ્ઞાન વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આ પછી તેમણે ચેન્નાઇની એનજી એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિગ્રી મેળવી હતી.

વર્ગીસ કુરિયરે જ અમૂલની સ્થાપના કરી હતી. ટોચના નેતા વલ્લભભાઈ પટેલની માર્ગદર્શન પર આ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. આ પછી કૈરા જિલ્લા સહકારી દુગ્ધ ઉત્પાદક સંઘ લિમિટેડ (KDCMPUL)ના અધ્યક્ષ ત્રિભુવન દાસ પટેલના અનુરોધ પર ડેરીનું કામ સંભાળ્યું હતું. ભેંસના દૂધમાંથી દૂધ પાઉડર સૌથી પહેલાં વર્ગીસ કુરિયને બનાવ્યો હતો. આ પહેલાં ગાયના દૂધમાંથી પાઉડરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ સમયે ભેંસના દૂધમાંથી પાઉડર બનાવવાની ટેકનોલોજી નહોતો પણ પછી એ દિશામાં કામ કરવામાં આવ્યું છે અને ૧૯૫૫ માં દુનિયામાં પહેલીવાર ભેંસના દૂધમાંથી પાઉડર બનાવવાની ટેકનોલોજી વિકસીત કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *