ચીનમાં કોરોનાનો પ્રકોપ વધી રહ્યો છે.
સખ્ત કોરોના પ્રતિબંધ વચ્ચે ચોથા દિવસે નવો રેકોર્ડ બન્યો છે. જેમાં રવિવારે અંદાજિત ૪૦ હાજાર કોરોના કેસ સામે આવ્યા છે.
ચીન સરકારની ઝીરો કોરોના પોલિસીને કારણે દેશના કેટલાય શહેરોમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
લોકો કોરોના પ્રતિબંધ ઓછું કરવા માંગ કરી રહ્યા છે. નાગરિકોએ બિજિંગ અને શાંઘાઈ જેવા મોટા શહેરોમાં દેખાવો શરૂ કરી દીધા છે.