પોપ્યુલર બિલ્ડર્સ ગ્રુપના રમણ પટેલની ધરપકડ

પોપ્યુલર બિલ્ડર્સ ગ્રુપના રમણ પટેલ અને દશરથ પટેલ ફરીવાર વિવાદમાં આવ્યા છે. પોપ્યુલર બિલ્ડર્સના રમણ પટેલની ટ્રાન્સફર વોરંટથી બોપલ પોલીસે ધરપકડ કરી છે. ગોધાઈ ગામની જમીન કૌભાંડ કેસમાં મૃતક ખેડૂતના ડમી વારસાઈ બનાવીને છેતરપિંડી કરવામાં આવી હતી. રમણ પટેલ સહિત ૩ વિરુદ્ધ ફરિયાદ થઈ હતી. હાલમાં આરોપીના ૧ દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.

ગોધાવી ગામમાં આવેલી કરોડો રૂપિયાની જમીનના ડમી વારસાઈના ડોક્યુમેન્ટ બનાવીને પચાવી દીધી હોવાની ફરિયાદ બોપલ પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી.જેમાં પોપ્યુલર બિલ્ડર્સ ગ્રુપના બે ભાઈ રમણ પટેલ અને દશરથ પટેલ તેમજ સરયુદાસ બાવા દ્વારા ડમી ડોક્યુમેન્ટ બનાવીને જમીન પચાવીને કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ છે. આ ફરિયાદને લઈને બોપલ પોલીસે રમણ પટેલની જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી.

પોપ્યુલર ગ્રુપના બિલ્ડર રમણ પટેલ વિરુદ્ધ અગાઉ થલતેજની ૬૦૦ કરોડની જમીન કૌભાંડને લઈને ફરિયાદ થઈ હતી. ત્યારે ફરી બોપલના ગોધાવી ગામની જમીન પચાવી દીધી છે. આ કેસમાં આરોપીએ આ ગામમાં જમીનના ખેડૂત શત્રુઘ્નદાસજીનું ફેબ્રુઆરી ૧૯૯૧ મૃત્યુ પામ્યા હતા. આ જમીનના વારસદાર તરીકે તેમનો પુત્ર ગોરધનદાસજીના નામના બદલે આરોપીઓએ સરયુદાસ બાવા નામના વ્યક્તિનું ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને વારસાઈ નોંધ કરાવી. આ જમીન ખોટા દસ્તાવેજ દ્વારા રમણ પટેલ અને દશરથ પટેલએ વેચાણ દસ્તાવેજ કરાવીને કૌભાંડ આચર્યું હતું. આ કૌભાંડમાં રમણ પટેલના ભાઈ દશરથ પટેલનું પણ નામ હોવાથી પોલીસે દશરથ પટેલની પણ ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *