રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આજથી બે દિવસના હરિયાણા પ્રવાસે છે.
આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ સહીત રાજ્યમાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેશે. રાષ્ટ્રપતિ આજ સવારે કુરુક્ષેત્ર ખાતે બ્રહ્મા સરોવર પહોંચશે.
ત્યારબાદ વિવિધ કાર્યકમો સહીત ૯૫૦ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનાર સિરસા મેડિકલ કોલેજનું શિલાન્યાશ કરશે.રાષ્ટ્રપતિ એનઆઈટી કુરુક્ષેત્રના ૧૮ મા દીક્ષાંત સમારોહને અનુમોદન આપશે અને સંબોધન કરશે.
હરિયાણા રાજભવન, ચંદીગઢ ખાતે, તેણી હરિયાણા સરકાર દ્વારા તેમના સન્માનમાં આયોજિત નાગરિક સત્કાર સમારંભમાં હાજરી આપશે.