ગુજરાતની આ ૯ સીટો કે જે ત્રણેય પક્ષો માટે પ્રતિષ્ઠાનો સવાલ

ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણીના બે દિવસ પહેલા રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવાના પ્રયાસોમાં લાગ્યા છે.  તેવામાં આજે આપણે જાણીશું ગુજરાત વિધાનસભાની એ ૯ સીટો કે જે સીટો ઉપર ત્રણેય પક્ષો માટે પ્રતિષ્ઠાનો સવાલ છે. જોકે આ બેઠકોમાં  ખંભાળિયા, ઘાટલોડિયા, સુરત, વિરમગામ, મણિનગર, ગોધરા, ઉત્તર જામનગર, દાણીલીમડા  અને દ્વારકા બેઠકનો સમાવેશ થાય છે.

ઘાટલોડિયા

અમદાવાદ જિલ્લાની ઘાટલોડિયા બેઠક ભાજપનો ગઢ માનવામાં આવે છે કારણ કે આ બેઠકે ગુજરાતને બે મુખ્યમંત્રીઓ ભૂપેન્દ્ર પટેલ અને આનંદીબેન પટેલ આપ્યા છે. તેથી જ આ વખતે ભાજપે માત્ર ભૂપેન્દ્ર પટેલને જ ઉમેદવાર બનાવ્યા છે. જોકે અહીં પાટીદાર સમાજની બહુમતી છે. આ બેઠક પરથી આનંદીબેન પટેલ ૨૦૧૨ ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રોકોર્ડબ્રેક ૧.૧૦ લાખ મતદારોની લીડથી જીત મેળવી હતી. જ્યારે ૨૦૧૭ માં ભૂપેન્દ્ર પટેલને ટિકિટ આપવામાં આવી હતી. તેઓ પણ અહીંથી ૧.૧૭ લાખ મતોની સરસાઈથી જીત્યા હતા. ત્યારે હવે કોંગ્રેસ માટે અમદાવાદની આ બેઠક એક ચેલેન્જરૂપ બની શકે છે. કારણ કે ભાજપનો ગઢ ગણાતી આ બેઠક પર કોંગ્રેસે ઘાટલોડિયા બેઠક પરથી અમીબેન યાજ્ઞિકના નામની જાહેરાત કરી છે.

ખંભાળિયા

ગુજરાતમાં ઈતિહાસનું પુનરાવર્તન કરવા AAPએ ખંભાળિયા બેઠક પરથી સીએમ ચહેરાના ઉમેદવાર ઈસુદાન ગઢવીને મેદાનમાં ઉતાર્યા છે. જેની સીધી ટક્કર કોંગ્રેસના વિક્રમ માડમ અને ભાજપના દિગ્ગજ મુળુભાઈ બેરા સાથે થશે. જો આ બેઠકના જ્ઞાતિ સમીકરણની વાત કરીએ તો અહીં આહીરોનું વર્ચસ્વ છે અને દર વખતે આહીર સમાજના આગેવાનો અહીં ધારાસભ્ય બને છે. તેથી જ ઇસુદાન ગઢવી માટે આકરો મુકાબલો થવાનો છે. ફક્ત ૧૯૬૭ માં બિન-આહિર સમાજના વ્યક્તિ અહીંથી નેતા બન્યા. ઇસુદાન ગઢવીનો મુખ્ય મુકાબલો કોંગ્રેસના વિક્રમ માડમ અને ભાજપના મુળૂભાઈ બેરા સામે છે. ગઢવી સામેના બન્ને ઉમેદવારો પોતપોતાની પાર્ટીના સિનિયર નેતા અને અગાઉ ખંભાળિયા બેઠક જીતી ચૂકેલા છે અને તેથી ખંભાળિયા બેઠક જીતવી ઈશુદાન ગઢવી માટે લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. ખંભાળીયા બેઠક પર આહિર સમાજનું પ્રભૂત્વ છે અને ૧૯૭૨ થી આ બેઠક પરથી માત્ર આહિર ઉમેદવારો જ ચૂંટાયા છે. ગઢવી સમાજની જેમ જ આહિરોને અન્ય પછાત વર્ગો (ઓબીસી) હેઠળ વર્ગીકૃત કરવામાં આવે છે.

વિરમગામ

 

પાટીદાર આંદોલનના અગ્રણી નેતા હાર્દિક પટેલ આ બેઠક પરથી ભાજપ વતી ચૂંટણીમાં ઉતર્યા છે. જોએક અહી મહત્વનું એ છે કે,  ૨૦૧૭ ની ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક ૭૫,૦૦૦ મતોથી જીતી હતી. તેથી જ આ વખતે કોંગ્રેસે દાવેદાર બદલ્યા વિના જ લાખાભાઈ ભરવાડને ટિકિટ આપી છે. આ બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીએ કુંવરજી ઠાકોરને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. વિરમગામમાં AAP, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે જંગની સંભાવના છે.

મણિનગર 

અમદાવાદની મણિનગર બેઠક ૧૯૯૦ થી ભાજપના કબજામાં છે. આ બેઠક પરથી જીતીને પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. તેઓ ૨૦૦૨, ૨૦૦૭ અને ૨૦૧૪ માં આ સીટ જીત્યા હતા. હાલ મણિનગરથી ભાજપના સુરેશ પટેલ ધારાસભ્ય છે.

સુરત

સુરત વિધાનસભામાં AAP, કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ત્રિકોણીય જંગ જોવા મળશે. ૨૦૧૭ ની ચૂંટણીમાં કોંગ્રેસે ૭૭ બેઠકો જીતીને ભાજપને ૯૯ સુધી સીમિત કરી દીધી હતી. આ ઉપરાંત અહીંની નગરપાલિકાની ચૂંટણીમાં AAP ના ૨૭ ઉમેદવારો પણ કોર્પોરેટર બન્યા છે, તેથી જ આ બેઠક પર તમારી અવગણના કરી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *