રાષ્ટ્રપતિ આજે દેશનું ગૌરવ વધારનારા ખેલાડીઓને રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર એનાયત કરશે

ટેબલ ટેનિસ ખેલાડી શરદ કમલને વર્ષ ૨૦૨૨ માટે મે જર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડથી સન્માનિત કરાશે.

રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ રમતના ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રમતવીરોને આજે રાષ્ટ્રપતિ ભવનમાં વિશેષ સમારોહમાં પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય રમત પુરસ્કાર એનાયત કરશે.

આ વર્ષે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર ૨૦૨૨ માટે ભારતીય ટેબલ ટેનીસ ખેલાડી શરદ કમલ અચન્ટાની પસંદગી કરવામાં આવી છે. જ્યારે ૨૫ શ્રેષ્ઠ ખેલાડીઓને અર્જુન એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ રમતવીરોમાં બેડમિન્ટનના યુવા સ્ટાર લક્ષસેન, એચ.એસ.પ્રણોઇ, મહિલા બોકસર નિખજ ઝરીન, ચેસ ખેલાડી આર પ્રજ્ઞાનન, દીપગ્રેસ એક્કા અને પહેલવાન અંશુ મલિકનો સમાવેશ થાય છે. આ વખતે ચાર કોચને દ્રોણાચાર્ય એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. જ્યારે ચાર રમતવીરોને ધ્યાનચંદ એવોર્ડ ફોર લાઇફ ટાઇમ એચીવમેન્ટ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે.

રમતગમતની પ્રતિભાને ઓળખવા અને સમ્માનિત કરવા માટે દર વર્ષે રાષ્ટ્રીય ખેલ પુરસ્કાર પ્રદાન કરવામાં આવે છે. રમતગમતમાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવે છે. છેલ્લા ચાર વર્ષોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન, નેતૃત્ત્વ, ખેલ ભાવના અને અનુશાસન માટે અર્જુન પુરસ્કાર આપવામાં આવે છે. સમગ્ર જીવનકાળ દરમિયાન રમતગમતમાં ઉત્કૃષ્ટ યોગદાન માટે ધ્યાનચંદ પુરસ્કાર આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *