નબળી આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માલદીવ આ સહાયનો બજેટના રૂપે ઉપયોગ કરશે.
ભારતે માલદીવને દસ કરોડ અમેરિકી ડોલરની આર્થિક સહાય કરી છે. નબળી આર્થિક પરિસ્થિતિને પહોંચી વળવા માલદીવ આ સહાયનો બજેટના રૂપે ઉપયોગ કરશે. આ આર્થિક સહાય કોઈપણ શરત વગર આપવામાં આવી છે. આર્થિક સહાયતા આપતાં કાર્યક્રમને વર્ચ્યુઅલ સંબોધતા, વિદેશમંત્રી ડો. એસ. જયશંકરે જણાવ્યું કે, આ આર્થિક સહાય માલદીવને ઝડપી આર્થિક વિકાસ કરવામાં મદદરૂપ સાબિત થશે. ભારતને માલદીવને જે પણ નાણાકીય સહાય પ્રદાન કરી છે તેના પરથી બંને દેશો વચ્ચેની વિશ્વનીયતા વિશે જાણ થાય છે. જે પણ નાણાકીય સહાય આપવામાં આવી છે તે એ વાતનું પ્રમાણ છે કે, ભારત માલદીવ સરકાર અને માલદીવની જનતાને સહયોગ પ્રદાન કરશે.