ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આજે બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. જેમાં હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ રાણીપમાં મતદાન કર્યું છે. આ તરફ હવે રાજ્યસભાના સાંસદ નરહરિ અમીને મતદાન કર્યા બાદ મોટું નિવેદન સામે આવ્યુ છે. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ ૧૫૦ કરતા વધારે બેઠકો જીતશે. જોકે નરહરિ અમીન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના નેતામાં ગણાય છે.
અમદાવાદના નારણપુરામાં આજે રાજ્યસભા સાંસદ નરહરિ અમીને પરિવાર સાથે મતદાન કર્યુ છે. આ દરમ્યાન મતદાન બાદ નરહરિ અમીને નિવેદન આપ્યુ હતું કે, ભાજપ ૧૫૦ કરતા વધારે બેઠકો જીતશે. આ સાથે કહ્યું હતું કે, ભાજપ સરકારે ગુજરાત બદલવાનું કામ કર્યું છે. તો ૨૦૨૪ લોકસભાનો પાયો ગુજરાતની જીત સાથે નંખાશે તેવું ઉમેર્યું હતું. આ સાથે કહ્યું હતું કે, ગુજરાતના બે પનોતા પુત્રને જોઈ ગુજરાત ચાલે છે.