મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની ૯૩ બેઠકો પર સવારના ૦૮:૦૦ વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રાજ્યના ૧૪ જિલ્લાના ૨૬ હજાર ૪૦૯ મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. જેમાં ૮,૫૩૩ શહેરી મતદાન મથકો અને ૧૭,૮૭૬ ગ્રામ્ય વિસ્તારના મતદાન મથકોનો સમાવેશ થાય છે. આજે ૧૪ જિલ્લાના ૨,૫૧,૫૮,૭૩૦ મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કરશે. બીજા તબક્કાની ૯૩ બેઠકો પર કુલ ૮૩૩ ઉમેદવારો મેદાનમાં છે.
બીજા તબક્કામાં મુખ્યમંત્રી, ૮ મંત્રી અને ૬૦ સિટીંગ ધારાસભ્યો સહિત ભાજપ, કોંગ્રેસ – NCP અને આપના ૨૭૯ ઉમેદવારો સહિત કુલ ૮૩૩ ઉમેદવારોનું ભાવિ EVMમાં સીલ થશે. આગામી ૮ મી ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે.
બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધીમાં ૨૯ % મતદાન
સૌથી વધુ છોટાઉદેપુર જિલ્લામાં ૩૩ % મતદાન
સૌથી ઓછુ મહિસાગર – વડોદરા – અમદાવાદ જિલ્લામાં ૨૭ % મતદાન
બનાસકાંઠા જિલ્લામાં ૩૦ % મતદાન
પાટણ જિલ્લામાં ૨૮ % મતદાન
મહેસાણા જિલ્લામાં ૩૦ % મતદાન
સાબરકાંઠા જિલ્લામાં ૩૧ % મતદાન
અરવલ્લી જિલ્લામાં ૩૧ % મતદાન
ગાંધીનગર જિલ્લામાં ૩૦ % મતદાન
અમદાવાદ જિલ્લામાં ૨૭ % મતદાન
આણંદ જિલ્લામાં ૩૦ % મતદાન
ખેડા જિલ્લામાં ૨૯ % મતદાન
મહિસાગર જિલ્લામાં ૨૭ % મતદાન
પંચમહાલ જિલ્લામાં ૨૮ % મતદાન
દાહોદ જિલ્લામાં ૨૮ % મતદાન
વડોદરા જિલ્લામાં ૨૭ % મતદાન
છોટાઉદેપુર જિલ્લામાં ૩૩ % મતદાન