ઈંગ્લેન્ડથી ભારત આવતા નાગરિકો માટે ઈ – વિઝા સુવિધા શરૂ કરવાનો નિર્ણય

ગત માર્ચ ૨૦૨૦ થી ઈ – વિઝાની સુવિધા બંધ કરાઈ હતી.

 

ભારતે ઈંગ્લેન્ડથી ભારત આવતા નાગરિકો માટે ઈ – વિઝા સુવિધા ફરીથી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

ઈંગ્લેન્ડ ખાતેના ભારતીય હાઈ કમિશનર વી.કે.દોરાઈ સ્વામીએ જણાવ્યું હતું કે, કોરોનાના સમયમાં ગત માર્ચ ૨૦૨૦ થી ઈ – વિઝાની સુવિધા બંધ કરાઈ હતી.

આ સુવિધા ફરીથી શરૂ કરવાની નવી તારીખોની જાહેરાત ટુંક સમયમાં કરાશે. આ સુવિધાના કારણે ભારત આવનાર ઈંગ્લેન્ડના નાગરિકો સરળતાથી ભારત આવી શકશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *