પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી ૨૦ દેશોને અધ્યક્ષપદનો ટેકો આપવા બદલ આભાર વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જી ૨૦ દેશોના સંગઠનના અધ્યક્ષપદ માટે ટેકો આપવા બદલ વૈશ્વિક નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે.  પ્રધાનમંત્રી એ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જો બાઈડનનો આભાર માનતાં કહ્યું કે, તેમનું મૂલ્યવાન સમર્થન ભારતના અધ્યક્ષપદ દરમિયાન શક્તિનો સ્ત્રોત બની રહેશે. પ્રધાનમંત્રીએ સમર્થન આપવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમાનુએલ મેક્રોનનો પણ આભાર માન્યો અને કહ્યું કે, મેક્રોન સાથે તેઓ ઘનિષ્ઠ પરામર્શ કરવા આતુર છે. જાપાનના પ્રધાનમંત્રી ફ્યુમિયો કિશિદાના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, જાપાને વૈશ્વિક સુખાકારીમાં ઘણું યોગદાન આપ્યું છે. તેમને વિશ્વાસ છે કે, વિશ્વ મોરચે જાપાનની સફળતાઓમાંથી શીખવાનું મળ્યું છે અને તે ચાલુ રાખશે. ગઈકાલે ઉદયપુરમાં જી ૨૦ શેરપા બેઠકના બીજા દિવસે સંબોધનમાં, કાંતે જણાવ્યું હતું કે, ભારતને જી ૨૦ દેશોના સંગઠનનું પ્રમુખપદ એક પૃથ્વી એક પરિવાર અને એક ભવિષ્યના વિષય વસ્તુના અનુસાર એકતાની હિમાયત કરવાનો પ્રયાસ કરશે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમણે કહ્યું કે, આજે આપણે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ તે આશા, સંવાદિતા અને ઉપચાર દ્વારા સાથે મળીને કામ કરીને જ ઉકેલી શકાય છે. વેપાર અને રોકાણના પાસા પર કાંતે જણાવ્યું કે, ભારતનો ભાર વિકાસની સાથે, વિકાસલક્ષી માહિતી, જાહેર ડિજિટલ પ્લેટફોર્મ્સ, સાયબર સુરક્ષા અને સાયબર સલામતી પર ભાર મૂકવામાં આવશે. જી ૨૦ શેરપા બેઠકમાં ભારત દ્વારા શિક્ષણ અને આરોગ્ય સંબંધિત મુદ્દાઓને પણ પ્રાથમિકતા આપવામાં આવી છે, જેમાં પાયાની સાક્ષરતા અને સંખ્યાની સાથે સાથે સંશોધન અને નવીનતાને મજબૂત કરવા અને સક્ષમ શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *