ટ્રેન્ડ્સ પ્રમાણે આપથી કોંગ્રેસને જ થયું નુકશાન, ભાજપ ને ફાયદો

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. વિધાનસભાની ચૂંટણીના ૧૮૨ બેઠકોના વલણ સામે આવ્યા છે. જેમાં ભાજપ ૧૩૮, કોંગ્રેસ ૩૪, આમ આદમી પાર્ટી ૬ અને ૪, બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યું છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી ભાજપને નુકશાન થશે. તો વળી ચૂંટણી ટાઈમે ભાજપ – કોંગ્રેસે આમ આદમી પાર્ટીને એકબીજાની બી ટીમ ગણાવી હતી. જોકે આ બધાની વચ્ચે હવે પરિણામને જોતાં આ તમામ વાતો ખોટી પડી હોવાનું સામે આવ્યું છે. હાલની સ્થિતિને જોતા ચુંટણી રિઝલ્ટના ટ્રેન્ડ્સ પ્રમાણે હવે આપને કારણે કોંગ્રેસને જ નુકશાન થયું હોવાનું સામે આવ્યું છે.

ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. જોકે ગુજરાતના ઇતિહાસ મુજબ રાજ્યમાં કોઈ ત્રીજો પક્ષ ચાલતો નથી. પણ આ વખતે તો ત્રીજા પક્ષના કારણે ઊલટાનું કોંગ્રેસને ભારે નુકશાન થયાનું સામે આવ્યું છે.

રાજ્યની ૧૮૨ વિધાનસભા બેઠક ઉપર આપ દ્વારા ઉમેદવાર ઉતાર્યા બાદ સતત ભાજપ – કોંગ્રેસ આપને એકબીજાની બી ટીમ ગણાવતા હતા. પણ હવે જ્યારે પરિણામ કેટલાક અંશે સામે આવ્યા ત્યારે આ વાતો પોકળ સાબિત થઈ રહી છે. અને આપને કારણે કોંગ્રેસને ભારે નુકશાન થયું હોવાની સ્થિતિ બની છે.

ગુજરાત ચૂંટણીમાં પહેલીવાર આટલા દમખમ સાથે મેદાનમાં ઉતરેલી આમ આદમી પાર્ટીને ભાજપ – કોંગ્રેસે એકબીજાની બી ટીમ ગણાવી હતી. જોકે હાલના ટ્રેન્ડ્સ પ્રમાણે આપને કારણે કોંગ્રેસને નુકશાન અને ભાજપને ફાયદો થયો છે. આ તરફ સતત ૬ વાર સરકાર ચલાવ્યા બાદ હવે ભાજપ હાલ જંગી લીડ સાથે આગળ વધી રહ્યું છે. તો વળી આ વખતે ભાજપ જૂના તમામ રેકોર્ડ તોડે તેવા અણસાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *