ગુજરાત વિધાનસભા ચૂંટણી: ગુજરાતમાં પરિવર્તન નહીં પુનરાવર્તન

અમદાવાદમાં ભાજપ રેકોર્ડબ્રેક જીત તરફ છે. અમદાવાદમાં ભાજપની સાત બેઠકો પર જીત જોવા મળી રહી છે. અમદાવાદમાં કોંગ્રેસની માત્ર એક બેઠક પર જ જીત થઇ છે.  શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૩ બેઠકો પર ભાજપ આગળ છે. અમદાવાદમાં ધાટલોડિયા બેઠક પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની જીત થઇ છે તો શહેરની નારણપુરા, વેજલપુર, સાબરમતી, નિકોલ અને એલિસબ્રિજ પર ભાજપની જીત થઇ છે. અમદાવાદમાં માત્ર જમાલપુર બેઠક પર જ કોંગ્રેસ જીતી શકી છે. જમાલપુર બેઠક પરથી ઈમરાન ખેડાવાલાની જીત થઇ છે.

વડોદરા શહેર, માંજલપુર, રાવપુરા, સંયાજીગંજ, અકોટા બેઠક પર ભાજપના ઉમેદવારની જીત, સુરેન્દ્રનગર-વઢવાણ બેઠક પર ભાજપના જગદીશ મકવાણાની જીત.

દ્વારકા બેઠકના ભાજપના ઉમેદવાર પબુભા માણેક, ભાવનગર ગ્રામ્ય બેઠકના ભાજપના ઉમેદવાર પરષોતમ સોલંકી અને જસદણ બેઠકના ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાની જીત.

દસક્રોઈ બેઠક પરથી ભાજપના બાબુ જમનાદાસ પટેલની જીત તો પારડી બેઠક પરથી ભાજપના કનુ દેસાઈની જીત. ઊંઝાના ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની જીત. તો જસદણ બેઠક પરથી કુંવરજી બાવળિયાની જીત.

અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ભૂપેન્દ્ર પટેલની જીત તો અસારવા બેઠક પરથી ભાજપના દર્શનાબેન વાઘેલાની જીત તો નારણપુરામાં ભાજપના જીતેન્દ્ર પટેલ, વેજલપુરમાં ભાજપના અમિત ઠાકર, સાબરમતીમાં હર્ષદ પટેલ અને નિકોલ બેઠક પરથી જગદીશ વિશ્વકર્માની જીત.

સુરતની મજુરા બેઠક પરથી હર્ષ સંઘવીની જીત. ખંભાળિયા બેઠક પર AAPના ઉમેદવાર ૬૦૪૧ મતોથી આગળ.

ધોરાજી બેઠક પરથી ભાજપના મહેન્દ્ર પાડલીયાની જીત.

રાજકોટ પશ્ચિમથી ભાજપના ઉમેદવાર દર્શિતાબેન શાહની જીત, જેતપુર કોંગ્રેસના ઉમેદવાર  મનસુખ કાલરિયાએ હાર સ્વીકારી.

વિરમગામ બેઠક પર સાતમા રાઉન્ડમાં ભાજપ આગળ, દરિયાપુર બેઠક પર ભાજપ આગળ, કુતિયાણા બેઠક પર ભાજપના ઢેલીબેન આગળ.

સત્તાવાર રીતે ધોરાજીમાં ભાજપના ડો.મહેન્દ્ર પાડલિયાની જીત, ભાજપ ૧૫૧ તો કોંગ્રેસ ૧૮, આપ ૭ અને અન્ય ૬ સીટ પર આગળ.

વલણમાં ભાજપ ઐતિહાસિક જીત તરફ, શરૂઆતી વલણમાં ભાજપ ૧૫૧ બેઠક પર આગળ, કોંગ્રેસ ૨૦, AAP ૭, અન્ય ૪ બેઠકો પર આગળ.

વલસાડની તમામ બેઠકો પર ભાજપ આગળ, થરાદ બેઠક પર શંકર ચૌધરી ૧૨,૦૦૦ મતથી આગળ, ભાવનગરમાં જીતુ વાઘાણી ૨,૫૦૦ મતોથી આગળ. રાજકોટની ૮, મોરબીની ૩ બેઠકો પર ભાજપ આગળ, જામનગરની ૫ બેઠકોમાં ૪ ભાજપ અને ૧ બેઠક પર કોંગ્રેસ આગળ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *