ગુજરાતમાં ભાજપના નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક આજે ગાંધીનગરમાં કમલમ ખાતે મળશે.
બેઠકમાં વિધાનસભા દળના નેતાની પસંદગી કરવામાં આવશે. કેન્દ્રીયમંત્રી રાજનાથસિંહ, અર્જુનમુન્ડા, તેમજ પાર્ટીના વરિષ્ટનેતા બી.એસ.યદીયુરપ્યા નિરીક્ષક તરીકે ઉપસ્થિત રહેશે. પાર્ટીના તમામ નવા ચૂંટાયેલા ધારાસભ્યો બેઠકમાં ભાગલેવા અમદાવાદ પહોચીં ગયા છે. ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકમાંથી ભાજપને ૧૫૬ બેઠક મળી છે.
કોંગ્રેસને ૧૭, આમ આદમી પાર્ટીને ૫ જ્યારે અપક્ષને ૪ બેઠક મળી છે. શપથગ્રહણ સમારોહ સોમવારે ગાંધીનગરમાં યોજાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિતશાહ, તેમજ એન.ડી.એ. શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ આ સમારોહમાં ભાગ લેશે.