અમેરીકાએ યુક્રેન માટે નવી સૈન્ય સહાયતા આપવાની જાહેરાત કરી છે.
અમેરિકા સંરક્ષણ વિભાગે શુક્રવારે યુક્રેન માટે ૪૦ કરોડનું સૈન્ય સહાય પેકેજ આપવાની જાહેરાત કરી છે. આ ઉપરાંત અમેરિકા જર્મનીમાં એક સુરક્ષા સહાયતા મથક સ્થાપીત કરનાર છે.
જેનો ઉપયોગ યુક્રેન માટે તમામ હથિયારોના સ્થળાંતર તેમજ સૈન્ય પ્રશિક્ષણ ની દેખરેખ માટે કરવામાં આવશે. અમેરિકાથી મળતા સુરક્ષા પેકેજથી યુક્રેન ને રશિયાના હુમલાથી ખુદને બચાવવામાં મદદ મળશે. આ સિવાય યુક્રેનને પોતાની આકાશી રક્ષાને મજબુત કરવામાં નવી ક્ષમતા મળશે.