IND vs BAN: ઈશાન કિશને ૮૬ બોલમાં સદી પૂરી કરી હતી

બાંગ્લાદેશ સામેની મેચમાં ઈશાન કિશન ખૂબ જ તોફાની બેટિંગ કરી રહ્યો છે અને તેને ૧૨૬ બોલમાં ૨૦૦ રન ફટકાર્યા છે. જેમાં તેને ૨૨ ચોગ્ગા અને ૯ છગ્ગા ફટકાર્યા છે. આ જ મેચમાં ઈશાનને તેના આંતરરાષ્ટ્રીય કારકિર્દીની પહેલી સદી ૮૬ બોલમાં સદી પૂરી કરી હતી.

ભારત તરફથી અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રોહિત શર્માએ ત્રણ જ્યારે સચિન તેંડુલકર અને વીરેન્દ્ર સેહવાગે એક – એક પ્રસંગે બેવડી સદી ફટકારી છે.

બાંગ્લાદેશી ટીમે પહેલી બે મેચ જીતીને સીરિઝમાં ૨ – ૦ ની લીડ મેળવી હતી. આવી સ્થિતિમાં, આ મેચ ભારતીય ટીમ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તે જીત નોંધાવીને ક્લીન સ્વીપથી બચવા માંગશે. ઈજાના કારણે નિયમિત કેપ્ટન રોહિત શર્મા, કુલદીપ સેન અને દીપક ચહર આ મેચમાંથી બહાર થઈ ગયા છે. રોહિતની બહાર થવાના કારણે કેએલ રાહુલને કેપ્ટનશિપની જવાબદારી મળી હતી. મેચની શરૂઆતમાં બાંગ્લાદેશ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

ટીમ ઈન્ડિયા તરફથી બેટિંગ કરવા માટે ઓપનિંગ જોડી તરીકે ઈશાન કિશન અને શિખર ધવન ક્રિઝ પર ઉતર્યા છે. જો કે ભારતીય ટીમ આ બંને ખેલાડીઓ પાસેથી સારી રમતની અપેક્ષા હતી પણ શિખર ધવન માત્ર ૩ રન બનાવીનેઆઉટ થયો થઈ ગયો હતો. જો કે એ પછી કિંગ કોહલી ક્રિઝ પર આવ્યા હતા અને હાલ ઇશાન કિશન અને વિરાટ કોહલીએ ૨૫૦ રન કરતાં વધુની સજેદારી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *