પ્રધાનમંત્રી મોદીનું અમદાવાદ એરપોર્ટ પર સ્વાગત, પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શપથવિધિ સમારોહમાં આપશે હાજરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આજે ગાંધીનગરમાં યોજાનાર શપથ વિધિ સમારોહમાં સહભાગી થઈ પ્રેરણા આપવા રવિવારે રાત્રે અમદાવાદ આવી પહોંચ્યા છે.

અમદાવાદ એરપોર્ટ પર પ્રધાનમંત્રીના આગમન સમયે રાજયપાલ આચાર્ય દેવવ્રતજી,પદનામિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ,  ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ તેમજ અમદાવાદના મૅયર કિરીટ ભાઈ પરમાર,મુખ્ય સચિવ પંકજ કુમાર,પોલીસ મહા નિદેશક આશિષ ભાટિયા તેમજ  વરિષ્ઠ અધિકારીઓએ તેમનો ઉષ્મા સભર સત્કાર કર્યો હતો.

એરપોર્ટ બહાર પણ મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રી મોદીએ પણ ઉષ્માભેર અભિવાદન ઝીલ્યું હતું. જે બાદ પ્રધાનમંત્રીએ ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું. રાજભવનમાં આગમન સમયે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તેમનું સ્વાગત કર્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *