વિશેષ સર્ચ ઓપરેશનમાં BSF ભુજે આજે સવારે હરામી નાળામાંથી ૩ પાકિસ્તાની માછીમારોને ઝડપ્યા

રાતોભર હાથ ધરાયેલા વિશેષ સર્ચ ઓપરેશનમાં, BSF ભુજે ૧૨ ડિસેમ્બર ૨૦૨૨ ની સવારે હરામી નાળામાંથી ૩ પાકિસ્તાની માછીમારોને ઝડપી લીધા હતા. ૧૧ ડિસેમ્બરના રોજ, BSFના પેટ્રોલિંગે હરામી નૂલ્લા વિસ્તારમાં પાકિસ્તાની ફિશિંગ બોટ અને માછીમારોની હિલચાલ જોઈ. એલર્ટ બીએસએફની ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને બોટને કબજે કરી હતી, પરંતુ બીએસએફને પોતાની તરફ આવતા જોઈ માછીમારો બોટ છોડીને પાકિસ્તાન તરફ ભાગવા લાગ્યા હતા. મુશ્કેલ અને પડકારરૂપ ભેજવાળી જમીન તેમજ રાત્રિના કારણે મર્યાદિત દૃશ્યતા હોવા છતાં, BSFએ તેમનો પીછો કર્યો અને ૩ પાક માછીમારોને પકડી લીધા.

પકડાયેલા માછીમારોની વિગતો
૧ ) અલી અસગર પુત્ર લાલ ખાન ૨૫ વર્ષ
૨ ) જાન મોહમ્મદ પુત્ર. લાલ ખાન, ૨૭ વર્ષ
૩ ) બિલાલબલ પુત્ર. ખમીસો, ૨૨ વર્ષ
તમામ પાકિસ્તાનના ઝીરો પોઈન્ટ ગામના રહેવાસી છે.

રવિ ગાંધી, ઇન્સ્પેક્ટર જનરલ, BSF, ગુજરાત ફ્રન્ટિયરની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ રાત્રી ચાલેલી આ કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. ગુજરાત ફ્રન્ટીયરના ઇન્સ્પેક્ટર જનરલ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ ગાંધી ભુજ સેક્ટરની તેમની પ્રથમ મુલાકાતે છે. અલી અસગર અગાઉ પણ ૨૦૧૭ માં બીએસએફ દ્વારા પકડાયો હતો અને એક વર્ષ સુધી ભુજ જેલમાં રહ્યો હતો અને બાદમાં અટારી વાઘા બોર્ડર મારફતે પાકિસ્તાન પાછો ગયો હતો. માછીમારોની પૂછપરછ કરતાં તેઓએ જણાવ્યું કે તેઓ માત્ર માછીમારી માટે આવ્યા હતા કારણ કે તે તેમની આજીવિકાનું મુખ્ય સાધન છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *