વિદેશ મંત્રી એસ. જયશંકર આજે દુબઇમાં ઇન્ડિયા ગ્લોબલ ફોરમ યુએઇ ૨૦૨૨ નું કરશે ઉદઘાટન

વિદેશમંત્રી એસ.જયશંકર દુબઇમાં આજે ઇન્ડિયા ગ્લોબલ ફોરમ યુ.એ.ઇ. ૨૦૨૨ નું ઉદધાટન કરશે.

આ પાંચ દિવસીય કાર્યક્રમ છે. જે ભારત, સંયુક્ત આરબ અમિરાત અને દુનિયાભરથી મુખ્ય રાજકિય, વ્યાપારીક, અને સાંસ્કૃતિક હસ્તીઓને એક સાથે લાવશે. ઇન્ડિયા ગ્લોબલ ફોરમ વૈશ્વીક પ્રભાવ માટે બન્ને દેશો ના વ્યાવસાયીઓ અને ઉદ્યોગકારોને એક સાથે કામ કરવાનો અવસર આપશે. જી – ૨૦ ની અધ્યક્ષતા ગ્રહણ કર્યા બાદ ભારત તરફથી આ પ્રથમ મોટો આંતરરાષ્ટ્રીય કાર્યક્રમ છે.

આ કાર્યક્રમનું આયોજન ૧૨ થી ૧૬ ડિસેમ્બર સુધી દુબઇ અને અબુધાબીમાં થશે. આ પાંચ દિવસના કાર્યક્રમમા ભારતની વૈશ્વીક આકાંક્ષાઓ અને પડકારપૂર્ણ ભૂ – રાજનૈતિક પરિદ્રશ્યો વચ્ચે જી – ૨૦ ની અધ્યક્ષતા પર ચર્ચા કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *