આજે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન પલટાયુ છે.
ભરશિયાળે કમોસમી માવઠુ પડતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે અનેક વિસ્તારોમાં વાતાવરણ વાદળછાયુ જોવા મળી શકે છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં કમોસમી વરસાદની સંભાવના છે.
આજે ભાવનગર, ખેડા, પંચમહાલ સહિતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના પડ્યો છે..ભાવનગરના મહુવા શહેર અને બગદાણા સહિતના ગ્રામિણ વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો. તો પંચમહાલના શહેરા સહિતના વિસ્તારોમાં પણ માવઠુ પડ્યુ છે,જેના પગલે તુવેર, ઘઉ ,રાયડો , મકાઈ જેવાં પાકને નુક્સાન થવાની સંભાવના છે.