વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી અમદાવાદ સહિત રાજ્યનાં મોટા ભાગનાં શહેરોમાં જોવા મળી રહી છે. ત્યારે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. નગરપ્રાથમિક શિક્ષિણ સમિતિની શાળાઓના સમયમાં ઘટાડો થયો છે. અમદાવાદમાં ઠંડીને લઈને સ્કૂલો ૩૫ મિનિટ મોડી શરૂ કરાશે.
નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓનો ૨૮ ફેબ્રુઆરી સુધીનો સમય નક્કી કરવામાં આવ્યો છે. નવા સમય પ્રમાણે સવારની પાળી સવારે ૦૭:૫૫ વાગ્યે શરૂ થશે, જ્યારે બપોરની પાળીની સ્કૂલો બપોરે ૧૨:૩૫ વાગ્યે શરૂ થશે. એટલે કે બંને પાળી ૩૫ મિનિટ મોડી શરૂ કરવામાં આવશે. ઠંડીના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૪ દિવસ દરમિયાન અમદાવાદમાં ધૂપ-છાંયોનું વાતાવરણ રહેવાની સાથે ઠંડીનો પારો ૧૯ થી ૨૧ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા હોવાથી શહેરમાં ડબલ ઋતુનો અનુભવ થવાની શક્યતા છે. આગામી ૨૪ કલાક અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાદળીયું વાતાવરણ સર્જાવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.