મોરબી પુલ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને ૧૦ લાખ, ઈજાગ્રસ્તોને ૧ લાખનું વળતર ચુકવવામાં આવશે: રાજય સરકાર

મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી ચાલી રહી છે જે સુનાવણી દરમિયાન રાજ્ય સરકાર દ્વારા સોગંધનામું રજુ કરવામાં આવ્યું છે જેમાં દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના પરિવારજનોને રુ. ૧૦ લાખનું વળતર ચુકવવામાં આવશે અને ઈજાગ્રસ્તોને ૧ લાખનું વળતર ચુકવાશે ઉપરાંત દુર્ઘટનાનો તપાસ રીપોર્ટ હાઈકોર્ટને સીલબંધ કવરમાં સોપવામાં આવ્યો છે જેમાં નગરપાલિકા વિસર્જન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.

રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા સોગંધનામાં પ્રમાણે, મોરબી ઝૂલતો પુલ દુર્ઘટનામાં મૃતકોના પરિવારને સૌથી પહેલાં મુખ્યમંત્રી રાહત કોષમાંથી ૪ લાખ, વડાપ્રધાન રીલિફ ફંડમાંથી બે લાખ ચૂકવાયા છે. આ ઉપરાંત વધુ ૪ લાખ રૂપિયા સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. એટલે કે કુલ ૧૦ લાખ રૂપિયાની ચૂકવણી કરવામાં આવશે.આ કેસની સુનાવણી દરમિયાન રાજ્યના તમામ બ્રિજની સ્થિતિનો સરવે કરીને રાજ્ય સરકારે એક રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો હતો. તે ઉપરાંત રાજ્યમાં ફરીવાર આવી કોઈ ગોઝારી દુર્ઘટના ન ઘટે તે માટેની તકેદારીઓને લઈને કોર્ટે અવલોકન કર્યું હતું. હેરિટેજ ઇમારતોની પણ ચોક્કસ જાળવણી રાખવા હાઇકોર્ટે ટકોર કરી હતી.   મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના મામલે હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ હાઇકોર્ટમાં સીલ કવરમાં રજૂ કરવામાં આવ્યો હતો. મોરબી ઝૂલતા પુલની દુર્ઘટનાને લઈને સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જેમાં ફરજમાં બેદરકારી અને નિષ્કાળજી માટે મોરબી નગરપાલિકા વિસર્જિત કરવાની કાર્યવાહી કરાશે. એડવોકેટ જનરલની કોર્ટને ખાતરી આપવામાં આવી હતી.

આ મામલે મોરબી તાલુકા કોંગ્રેસના પ્રમુખ કાન્તિલાલ પંડસુમબીયા જણાવે છે કે નામદાર હાઈકોર્ટનો આભાર માનવો પડે કે લોકોના દર્દ અને સાચી વાત કહેવામાં આવી છે પરંતુ એ વાતનો અફસોસ છે કે જયારે નામદાર કોર્ટ કહે ત્યારે જ સરકારે પગલા ભરવાના સરકારને વાસ્તવિકતાનો ખ્યાલ નથી? દોષિતો સામે પગલા ભરવા માટે આટલું મોડું કેમ તેવા અનેક સવાલો ઉભા કર્યા હતા તો આ ધટનામાં નાની માછલીઓને પકડવામાં આવી અને મુખ્ય માણસોને છાવરવામાં આવે છે આવું કેમ કરવામાં આવે છે પૂછે છે મોરબીની જનતા વ્યથિત હર્દ્યે પૂછી રહ્યા છે તેમજ મૃતકના સ્વજન દર્શનભાઈ જણાવે છે કે અમારા પરિવારના ૧૧ લોકો પુલ પર ફરવા ગયા હતા અને મારી દીકરી-દીકરો ધાત્નામાં મૃત્યુ પામ્યા છે તો સરકાર સારી કામગીરી કરે છે પણ મુખ્ય આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *