સરકારે BSNLના પુનરુત્થાન માટે એક લાખ ૬૪ હજાર કરોડ રૂપિયાના પેકેજને મંજૂરી આપી છે.
લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સંદેશા વ્યવહાર મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે આ પ્રોજેક્ટ BSNLને સંપૂર્ણ રીતે બદલી નાખશે. તેમાં BSNL સેવાઓને અપગ્રેડ કરવા સ્પેક્ટ્રમ ફાળવવા અને તેના ફાઇબર નેટવર્કને વધારવા માટે મૂડીરોકાણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું કે BSNL સ્વદેશી રીતે વિકસિત ૪ G અને ૫ G ટેક્નોલોજી લાગુ કરવા જઈ રહ્યું છે. ગર્વની વાત છે કે દેશના એન્જિનિયરોએ ૪ G અને ૫ G ટેક્નોલોજી મેક ઈન ઈન્ડિયા હેઠળ વિકસિત કરી છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે BSNL ખૂબ જ ખરાબ તબક્કામાંથી પસાર થયું છે.