રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા આગામી પહેલી જાન્યુઆરીથી ત્રીજી જાન્યુઆરી ૨૦૨૩ દરમિયાન નર્મદા શ્રમ અને સેવા શિબિરનું નર્મદા ખાતે આયોજન કરવામાં આવ્યું છે. ૩૧ ડિસેમ્બરના રોજ ૧૫ થી ૩૫ વર્ષની વય મર્યાદા ધરાવતા અને રસ ધરાવતા યુવક યુવતીઓએ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૨ સુધી અરજી કરવાની રહેશે.
આ શિબિરમાં નર્મદા નદીની આસપાસ પર્યાવરણને લગતું શ્રમ કાર્ય, નર્મદા યોજના અંગેની વિસ્તૃત માહિતી, ચર્ચા, સભા, પ્રવચન જેવા કાર્યક્રમો યોજવામાં આવશે.
આ શિબિરમાં ભાગ લેવા ઇચ્છૂક ઉમેદવારોએ પોતાના જિલ્લાની જિલ્લા રમત – ગમત અધિકારીની કચેરી ખાતેથી ફોર્મ મેળવી જરૂરી પુરાવા સાથે વાલીનો સંમતિ પત્ર સાથેની અરજી ૨૦ ડિસેમ્બર સુધીમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી, જિલ્લા રમત – ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન, બીજે માળ, રૂમ નં. ૨૧૭ નર્મદા જિલ્લા ખાતે મોકલવાની રહેશે.