આજે ‘વિજય દિવસ’ પાકિસ્તાન સામે ભારતની જીતની યાદમાં ઉજવણી

૧૬ ડિસેમ્બરના રોજ દેશ વિજય દિવસની ઉજવણી કરી રહ્યું છે. ૧૯૭૧ માં ભારત – પાકિસ્તાન યુધ્ધમાં પાકિસ્તાન પર ભારતના વિજયની યાદમાં દરવર્ષે આજનો દિવસ વિજય દિવસના રૂપે ઉજવવામા આવે છે.

૩ ડિસેમ્બરે પાકિસ્તાને ૧૧ ભારતીય એરફિલ્ડ પર હુમલો કર્યો હતો. જેના વળતા જવાબમાં ભારતે પાકિસ્તાનના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હુમલો કર્યો હતો. ત્યારબાદ ભારત સરકારે ‘પૂર્વ પાકિસ્તાન’ના લોકોને બચાવવા માટે ભારતીય સેનાને પાકિસ્તાન સામે યુદ્ધ કરવાનો આદેશ આપ્યો.

આ દિવસે વર્ષ ૧૯૭૧ મા પાકિસ્તાની સેના અધ્યક્ષ જનરલ અમીર અબ્દુલાખાને તેમના ૯૦ હજારથી વધુ સૈનિકો સાથે બિનશરતી  લેફટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરા સમક્ષ આત્મ સમર્પણ કર્યું હતું. લેફટનન્ટ જનરલ જગજીતસિંહ અરોરાએ આ યુધ્ધમાં ભારતીય સેના અને મુક્તિવાહિની સંયુક્ત બળનું નેતૃત્વ કર્યું હતું.

આ યુધ્ધના પરિણામ સ્વરૂપ બાંગ્લાદેશના રૂપે સ્વતંત્ર અને સમપ્રભુ રાષ્ટ્રનો જન્મ થયો હતો. રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુએ ટ્વીટ કરીને કહ્યું છેકે વિજય દિવસ પર આપણે કૃતજ્ઞતા સાથે ૧૯૭૧ યુધ્ધ દરમિયાન સશસ્ત્ર દળો દ્વારા પ્રદર્શિત અસાધારણ વિરતાને યાદ કરીએ છીએ,, રાષ્ટ્ર માટે તેમનું અદ્વિતિય સાહસ અને બલિદાનની કહાની ભારતીયોને પ્રેરિત કરે છે. વિજયદિવસે સંરક્ષણમંત્રી રાજનાથસિંહે રાષ્ટ્રીય સમર સ્મારક ખાતે વીર શહિદોને શ્રધ્ધાંજલી આપી હતી.

આ દિવસે પાકિસ્તાન પર ભારતના વિજયની યાદમાં દર વર્ષે ૧૬ ડિસેમ્બરે વિજય દિવસ મનાવવામાં આવે છે. આ સાથે ત્રણેય સેનાના વડાએ વીર શહિદોને શ્રધ્ધાંજલી અર્પી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *