અટલ ઈનોવેશન મિશન (AIM), નીતિ આયોગ અને UNDP ઈન્ડિયાએ ૧૫ મી ડિસેમ્બર, ૨૦૨૨ ના રોજ એશિયા – પેસિફિક ક્ષેત્રની સૌથી મોટી યુવા ઈનોવેશન ઝુંબેશ, યુથ કો:લેબની ૫ મી આવૃત્તિ સંયુક્ત રીતે શરૂ કરી. આ આવૃત્તિ માટેની અરજીઓ ડૉ. ચિંતન વૈષ્ણવ, મિશન ડાયરેક્ટર AIM, નીતિ આયોગ અને UNDP ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવી હતી.
યુથ કો – લેબએ ૨૦૧૯ માં UNDP ઈન્ડિયા દ્વારા અટલ ઇનોવેશન મિશન, NITI Aayog સાથે ભાગીદારીમાં શરૂ કરવામાં આવેલી એક પહેલ છે. તેનો હેતુ એશિયા – પેસિફિક દેશો માટે નેતૃત્વ, સામાજિક નવીનતા અને ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવા માટે એક એજન્ડા સેટ કરવાનો છે. અટલ ઈનોવેશન મિશન, UNDP ઈન્ડિયા સાથે મળીને, યુથ કો – લેબની ૫ મી આવૃત્તિ દ્વારા આ પહેલને આગળ લઈ જઈ રહ્યું છે અને યુવા સામાજિક સાહસિકોને સમર્થન આપી રહ્યું છે જેઓ સામાજિક પરિવર્તનની આગેવાની કરવા અને SDG લક્ષ્ય ક્રિયાઓના અમલીકરણને આગળ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
યુથ કો – લેબ પહેલ આજની તારીખમાં ૨૮ દેશો અને પ્રદેશોમાં લાગુ કરવામાં આવી છે, જેમાં ૨,૦૦,૦૦૦ થી વધુ સહભાગીઓ સામેલ છે. ૧૧,૦૦૦ થી વધુ યુવા સામાજિક સાહસિકોને ફાયદો થયો છે અને ૧,૨૪૦ થી વધુ સામાજિક સાહસોને સમર્થન આપવામાં આવ્યું છે.
આ કાર્યક્રમમાં અટલ ઇનોવેશન મિશનના મિશન ડાયરેક્ટર ડૉ. ચિંતન વૈષ્ણવે જણાવ્યું હતું કે, “ઉદ્યોગ સાહસિકો; સામાજિક પરિવર્તનને આગળ ધપાવવામાં અને SDG લક્ષ્યાંકોને પૂર્ણ કરવા માટેના અભિયાનને વેગ આપવા માટે એક શક્તિશાળી બળ છે. યુવાનો વિશ્વને બદલવાના વિચારો અને ઉત્સાહથી ભરેલા હોય છે, તેમને તમામ પ્રકારની તકો પૂરી પાડવાથી કાયમી ફરક પડી શકે છે. આથી, હું અમારા તમામ યુવા ઈનોવેટર્સ અને સાહસિકોને તેમની સર્જનાત્મકતાને બહાર લાવવા અને યુથ કો:લેબ દ્વારા ઉકેલ બનાવવાની આ અદ્ભુત તકમાં ભાગ લેવા આમંત્રિત કરું છું.”