પંદરમી વિધાનસભાનું પહેલું બે દિવસીય સત્ર આજથી શરૂ

પંદરમી વિધાનસભાનું પહેલું બે દિવસીય સત્ર આજથી શરૂ થવાનું છે. વિધાનસભા સત્ર દરમ્યાન પહેલા દિવસે વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ યોગેશ પટેલ વિધાનસભા ચૂંટણી – ૨૦૨૨ માં નવા ચૂંટાયેલા ધારાસભ્યોને શપથ અપાવ્યા હતા.

રાજભવનમાં વડોદરાની માંજલપુર બેઠક પરથી સતત ૮ વાર ચૂંટાયેલા માંજલપુરના યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે ધારાસભ્યોને શપથ અપાવ્યા હતા. તેઓ કાર્યકારી અધ્યક્ષ તરીકે વિજેતા થયેલા ૧૮૨ ઉમેદવારોને પદના કર્તવ્યનિષ્ઠાના સોગંદ અપાવ્યા હતા. બપોરે ૧૨:૦૦ વાગ્યે વિધાનસભા ગૃહમાં સૌ પહેલાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ત્યારબાદ અગાઉ અધ્યક્ષ રહેલા રમણલાલ વોરા અને ગણપત વસાવાને તેઓ ધારાસભ્ય પદ અને ગોપનીયતાના સોગંદ અપાવ્યા હતા.

મંગળવારે વિધાનસભા સત્ર દરમ્યાન વિધાનસભા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે, સત્તારૂઢ ભાજપ પક્ષે શંકર ચૌધરીને વિધાનસભાના અધ્યક્ષ અને જેઠાભાઇ ભરવાડને વિધાનસભાના ઉપાધ્યક્ષ પદના ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *