ભારતીય મુડી બજારમાં FDI દ્વારા આ મહિને રૂ. ૮,૬૦૦ કરોડનું રોકાણ કરાયું

ભારતીય મુડી બજારમાં વિદેશી રોકાણકારોએ આ મહિને અત્યાર સુધીમાં ૮,૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે.

મુડી બજારની માહિતી મુજબ વિદેશી મૂડી રોકાણકારો – એફડીઆઇએ પહેલા પખવાડિયામાં ૧૦,૫૫૫ કરોડ રૂપિયા શેરબજારમાં રોકયા છે, જયારે દેવા બજારમાંથી બે હજાર ૧૮૦ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. ગયા નવેમ્બર માસમાં પણ વિદેશી રોકાણકારોએ ૩૩ હજાર ૮૪૭ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું, જે રકમ ગયા ઓગષ્ટ માસમાં ૫૬,૫૨૧ કરોડ રૂપિયાનો આંક વટાવી ગઇ હતી. ૨૦૨૨ ના વર્ષના આ ચાર મહિના દરમિયાન વિદેશી રોકાણ ઉપાડ કરતા વધુ રહયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *