આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવિયા દેશમાં કોવિડ સ્થિતિની સમીક્ષા કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિતિની અધ્યક્ષતા કરી

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડૉ. મનસુખ માંડવિયાએ દેશમાં કોવિડની સ્થિતિની સમીક્ષા કરવા નવી દિલ્હીમાં એક ઉચ્ચ સ્તરીય બેઠકની અધ્યક્ષતા કરી. આ બેઠકમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્ય મંત્રી ડૉ. ભારતી પ્રવીણ પવાર, આરોગ્ય સચિવ રાજેશ ભૂષણ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ હાજર હતા. એક ટ્વિટમાં માંડવિયાએ કહ્યું કે કેટલાક દેશોમાં કોવિડના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આજે નિષ્ણાતો અને અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે કોવિડ હજુ સમાપ્ત થયો નથી.

માંડવિયાએ તમામને સતર્ક રહેવા અને મોનિટરિંગ સિસ્ટમને વધુ મજબૂત બનાવવા નિર્દેશ આપ્યો હતો. તેમણે કહ્યું કે સરકાર કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે.

ચીન, જાપાન, યુએસએ, કોરિયા અને બ્રાઝિલમાં કોવિડના કેસોમાં અચાનક ઉછાળાને ધ્યાનમાં રાખીને, આરોગ્ય મંત્રાલયે ગઈકાલે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સકારાત્મક નમૂનાઓના જીનોમ સિક્વન્સિંગને ઝડપી બનાવવા જણાવ્યું હતું.  સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલેલા પોતાના પત્રમાં કહ્યું છે કે દેશમાં કોરોનાના કોઈપણ નવા પ્રકારને સમયસર શોધી કાઢવામાં આવશે. તેમણે તમામ રાજ્યોને એ સુનિશ્ચિત કરવા વિનંતી કરી હતી કે, શક્ય હોય ત્યાં સુધી તમામ પોઝિટિવ કેસોના નમૂનાઓ દરરોજ નિયુક્ત જીનોમ સિક્વન્સિંગ લેબોરેટરીમાં મોકલવામાં આવે. આરોગ્ય સચિવે તેમના પત્રમાં કહ્યું છે કે દેશ કોવિડ વાયરસના ફેલાવાને રોકવામાં સફળ રહ્યો છે, તેમણે ઉમેર્યું કે કોવિડના જાહેર આરોગ્ય પડકારો હજુ પણ વિશ્વભરમાં યથાવત છે. વિશ્વભરમાં દર અઠવાડિયે આવા લગભગ ૩૫ લાખ કેસ નોંધાય છે, જેમાંથી લગભગ ૧,૨૦૦ કેસ ભારતના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *