ચીનમાં કોરોના મહામારી વિસ્ફોટ થતાં વિશ્વ સાવધ થઇ ગયું છે.
દેશમાં કોરોનાની સ્થિતી અને તેનો સામનો કરવા માટેની તૈયારીની સમીક્ષા કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે એક ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી છે.
આ પહેલા કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ પણ એક ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી હતી. કેન્દ્ર સરકારે પોઝિટવ કેસના કિસ્સામાં જીનોમ સિક્વન્સિંગ હાથ ધરવા રાજ્યોને સુચના આપી છે. આરોગ્ય મંત્રીએ જણાવ્યું કે કોરોના મહામારી હજી ખતમ નથી થઇ. અધિકારીઓને સ્થિતીઓ પર નજર રાખવા સુચના આપવામાં આવી. લોકોને સાવધાની માટે વોક્સિન લેવા પણ અપીલ કરવામાં આવી છે.