જૂનાગઢના બધા તાલુકામાં આ રથ ફરશે
પ્રાકૃતિક અને ગાય આધારિત ખેતી આજના યુગની જરૂરીયાત છે અને તેમાં સરકાર પણ સક્રીયપણે કામ કરી રહી છે. ઋષિ અને ખેડૂતોના સંગઠનથી ‘કૃષિ ઋષિ સંત રથ યાત્રા’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. જૂનાગઢ જિલ્લાના ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે આગામી તારીખ ૪ જાન્યુઆરીથી ૧૪ જાન્યુઆરી સુધી જુદા-જુદા કાર્યક્રમો યોજાશે. જેમાં ગૌ પૂજન, ભૂમિ પૂજન, નારી શક્તિ સંમેલન, આરોગ્ય દિવસ, પર્યાવરણ દિવસ, જળ પૂજન, બાલ દિવસ, જીવામૃત દિવસ, પરિવાર મિલન, વૃક્ષ પૂજન જેવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
આ કાર્યક્રમોનો લાભ છેવાડાના ખેડૂતોને મળે તે માટે; પ્રિન્ટ મિડીયા, ઇલેક્ટ્રોનિક મિડીયા તથા સોશિયલ મિડીયાના માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે.