૨૮ કરોડ રૂપિયાની ડાંગર ટેકાના ભાવે ખરીદવામાં આવી
રાજ્યમાં ડાંગરની ખેતી ક્ષેત્રે મહિસાગર જિલ્લો આગવું સ્થાન ધરાવે છે. આ વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ૨૮ કરોડ રૂપિયાની ડાંગર ટેકાના ભાવે ખરીદવામાં આવી છે. મહિસાગર જિલ્લામાંથી ૫૨૨૬ ખેડૂતોએ ટેકાના ભાવે ડાંગર આપવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી ૨૩૦૩ ખેડૂતોની ડાંગર સરકાર દ્વારા ખરીદી લેવાઈ છે, જ્યારે અન્ય ખેડૂતોની ડાંગર આગામી દિવસોમાં ખરીદી લેવામાં આવશે.
બજાર કરતાં સારોભાવ મળતાં ખેડૂતોમાં ખૂશીનો માહોલ છે તથા ખેડૂતો સરકારનો આભાર માની રહ્યા છે.