અમદાવાદ શહેરમાં ભંવર રાઠોડ ડિઝાઇન સ્ટુડિયો દ્વારા ભારતનું સૌથી મોટું ડિઝાઈન એક્ઝિબિશન – ગ્રાન્ડ ફિનાલેનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમાં રાષ્ટ્રીય કક્ષાની પ્રથમ ૫૦ ફેશન ડિઝાઈન ઇન્સ્ટિટયૂટ ના ૨,૦૦૦ ઉપરાંત વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. અમદાવાદ શહેર હંમેશા ક્રેએટિવિટી અને ઈંનોવેશનની શ્રેષ્ઠતાનું સાક્ષી બન્યું છે, ત્યારે આ રાષ્ટ્રીય કક્ષાનું એક્ઝિબિશન દેશભરના ફેશન ડિઝાઇનના રસ ધરાવતા ઉદ્યોગ એકમો અને વિદ્યાર્થીઓ માટે મહત્વનું બની રહેશે,
તેમ બીઆરડીએસના અધ્યક્ષ ભવરસિંહ રાઠોડે જણાવ્યું હતું. આ એક્ઝિબિશનનો હેતુ વિદ્યાર્થીઓને ટેક્સટાઇલ, ઇન્ટિરિયર ડિઝાઇન અને આર્કિટેક્ચર, પ્રોડક્ટ ડિઝાઇન, ઓટોમોબાઇલ, ગ્રાફિક ડિઝાઇન, એનિમેશન ડિઝાઇન વગેરે ક્ષેત્રે સ્કેચ અને ૩D મોડેલ્સ શૉ માટે પ્લેટફોર્મ આપવાનો છે. આ ડિઝાઇન વર્કશોપમા વિદ્યાર્થીઓ દ્વારા ૫,૦૦૦ ઉપરાંત આર્ટવર્ક અને ડિઝાઇન, ૩D મોડેલ્સ, ૨૫૦ વધુ કેનવાસ પેઇન્ટિંગ ડિસ્પ્લે કરવામાં આવ્યા હતા.