અમરેલી – ખાંભા નજીક સિંહોના રહેઠાણ ગણતા વિસ્તારમાં વિકરાળ આગ લાગી. ખાંભાના નાનુડી રેવન્યુના ડુંગરોમાં અચાનક આગ લાગી ગઈ હતી.
નાનુડી રેવન્યુ દવ લાગતા સ્થાનિક લોકો આગ બુજાવવા કામે વળગ્યા હતા. ગામ લોકોની સાથે સાથે વન વિભાગનો સ્થાનિક સ્ટાફ આગ પર કાબુ મેળવવા કામ પર લાગ્યો હતો.
આ ઘટના થતાં ખાંભા મામલતદાર સહિત સ્ટાફ ઘટના સ્થળે પહોચ્યું હતું. આગ કયા કારણસર લાગી હતી, એ હજુ જાણી શકાયું નથી.